ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કઈ રીતે કરવી જોઈએ
ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14 એપ્રિલ દિવસની ઉજવણી કઈ રીતે કરવી જોઈએ
જે તે ગામ કે શહેરના રહેવાસી અનુસૂચિત જાતિનાં તમામ લોકોની બેઠક બોલાવવી. નોકરિયાતો, શિક્ષિતો,વિદ્યાર્થીઓ, રાજકીય તથા સામાજીક આગેવાનો,પદાધિકારીઓ જાહેર બેઠકમાં ખાસ ભાગ લે. સ્થાનિક વસતા આપણાં તમામ લોકો ને આમંત્રિત કરવા. તેઓ મૂળ ગામ કે શહેરના ભલે હોય કે ન હોય.સ્થાનિકે વસતા પણ બહાર ગામ,શહેર ,જિલ્લા કે રાજ્યનાં તમામને બેઠકમાં બોલાવવા. અંગત કે જુથગત મતભેદો ભુલાવી દેવા.સંપૂર્ણ એકતા હોવી જોઈએ.
14 એપ્રિલ નાં 10 દિવસ અગાઉ જ આપણી જાહેર બેઠક યોજાઈ જવી જોઈએ. કાર્યક્રમ નક્કી કરી લેવો જોઈએ. બે દિવસ પહેલા અમલવારી માટે આયોજક સમિતિની બેઠક યોજવી.વિસ્તાર નાં પ્રખર આંબેડકરવાદી,શિક્ષિત, નોકરિયાત વ.લોકોએ જવાબદારી સંભાળી લેવી. ગામ કે શહેરમાં રેલી,પ્રબોધન,વૈચારિક ચર્ચા,બાબા સાહેબ જીવન અને કાર્યો નો પ્રચાર-પ્રસાર કરવો.
14 એપ્રિલનાં સવારે રેલી યોજવી.મંજૂરી અગાઉથી મેળવી લેવી.રેલીમાં બ્લ્યુ કલર છવાયેલ હોવું જોઈએ. બ્લ્યૂ રંગ ઉડાડી ને આખી રેલી દરમિયાન ઊજવણી કરવી.ડાન્સ અને ગીત સંગીત ભલે હોય.યુવાનોને ના ન પાડવી. બાબા સાહેબનો જન્મદિવસ આપણાં માટે મહાન ઉત્સવ છે. માટે તે દિવસે નવા કપડાં, પહેરવેશ હોવા જોઈએ. તૈયાર થઈ ને ફરવું.સારી અને વિશિષ્ટ વાનગીઓ-ભોજન બનાવવું.
14 એપ્રિલનાં ગામ કે શહેરના અનુસૂચિત જાતિઓનાં તમામ લોકો એક સાથે ભોજન લે તેના માટે આયોજન કરવું.શહેર હોય તો મહત્તમ લોકોનો સમાવેશ કરવો. બપોરે પ્રબોધન, વિચાર ગોષ્ઠિ કે મંત્રણા રાખવી.શિક્ષિત અને જાણકાર લોકો બાબા સાહેબ નાં જીવન અને કાર્યો, ઉદ્દેશ ની માહિતી અને જાણકારી બધાં લોકોને એક મંડપમાં આયોજિત સભામાં આપે. બાબા સાહેબનાં કાર્યો, વિચારો અને લેખન નાં પોસ્ટર તૈયાર કરાવીને શેરી,ગામ અને શહેરની દીવાલો, જાહેર સ્થળોએ ચોંટાડવા.
ભારતીય બંધારણ નાં મહત્વપૂર્ણ અનુચ્છેદોનાં પોસ્ટર બનાવી ને જાહેર સ્થળોએ ચોંટાડવા.મૂળભૂત હકો અને ફરજો નો પ્રચાર-પ્રસાર કરવો. અનુ.જાતિ. સભામાં બાબા સાહેબનાં તમામ પુસ્તકો ની પ્રદર્શની રાખવી.બાબા સાહેબનાં જીવન અને કાર્યો ને દર્શાવતાં પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરી શકાય. શિક્ષણનું મહત્ત્વ અને વ્યાપ વધારતાં વ્યાખ્યાનો યોજવામાં આવે. તમામ શિક્ષિત લોકો ફરજિયાત ભાગ લે.ફાળો આપે.ઉન્નત અને આર્ષ વિચારો વ્યક્ત કરે.
લે. ખીલેશ મારવાડા
મો. 9427127007
