ડૉ. ભીમરાવ આંબેડકરનો વિદેશ અભ્યાસ
ડૉ. બાબાસાહેબ આંબેડકરના લગ્ન "રામી" જેનું નામ પાછળથી ડૉ. બાબાસાહેબ આંબેડકરે "રમાબાઈ" રાખ્યું. બાળપણમા જ લગ્ન થઈ ગયાં પણ તેમને ભણવાનો ગણો રસ હોવાને કારણે વધુ અભ્યાસ કરવા માંગતા હતા. બાબાસાહેબ આંબેડકર ગરીબીના કારણ હતો. એ સમયમા ગુજરાતના વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાની રાજ્યમા ફરજિયાત શિક્ષણ પ્રથા દાખલ કરી હતી. સાથે વધુ અભ્યાસ માટે સ્કોલરશીપની પણ વ્યવસ્થા કરી હતી. પણ સરતો પણ રાખવા આવી હતી કે અભ્યાસમ પુર્ણ થયા બાદ દસ વર્ષ માટે વડોદરા રાજ્ય માંટે સેવા આપવી. આ વાતની જાણ બાબાસાહેબ આંબેડકરને થઈ. તેઓ વડોદરા ગયા. વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડે બુદ્ધિ પ્રતિભા કસોટી લિધી. પોતાની ચતુરાઈ અને હોશિયારીના કારણે તેમણે સયાજીરાવ ગાયકવાડનુ મન જીતી લીધું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોલેજ અભ્યાસ શક્ષ માટે વડોદરાનમા સ્કોલરશીપની વ્યવસ્થા કરી, મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલો કરાાાાવ્યો. ઈ.સ. ૧૯૧૨માં ડૉ બાબાસાહેબ આંબેડકરે અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી સ્નાતક થયાા. પછી ડૉ બાબાસાહેબ આંબેડકર વધુ અભ્યાસ કરીવા માાગતા હતા. પણ શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ડૉ. બાબાસાહેબ આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના લશ્કરમાં લશ્કરી અધિકારી તરીકે નિમણૂક કરી . વડોદરામાં રાજ્યમા પણ તેમને આભડછેટ જેવી સામજીક સમસ્યાનો સામનો કરવો પડ્યો તેના લીધે ખુબ જ હેરાન થવું પડ્યું . ડૉ બાબાસાહેબ આંબેડકર વડોદરા રાજ્યમાં જઈ નોકરી કરે તે તેમના પિતાને મંજુર નહોતું. વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે મેળવેલ સ્કોલરશીપની સુરતના કારણે તેમને દસ વર્ષ માટે વડોદરા રાજ્ય માંટે સેવા આપવાની હતી. આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ડૉ બાબાસાહેબ આંબેડકરના પિતાનુ અવસાન થયું. પિતાના મૃત્યુના કારણે ખુબજ દુ:ખ થયુ. ડૉ. બાબાસાહેબ આંબેડકરે નોકરીને તિલાંજલિ આપવી પડી.
ગુજરાતના વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કેટલાક તેજસ્વી દલિત છાત્રોને પોતાના ખર્ચે, ઉચ્ચ વિધાઅભ્યાસ માટે વિદેશ એટલે અમેરિકા મોકલવા માંગતા હતા. જેમાં ડૉ.ભીમરાવ આમ્બેડકરની પસંદગી થઈ . ઈ.સ. ૧૯૧૩ના જુલાઈનાં તેઓ ન્યુયોર્ક જવા માટે રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય પર મહાનિબંધ લખીને ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની તેઓએ એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ ૧૯૧૬ માં તેમણે પીએચ.ડી માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષયનુ મહાનિબંધ લખી તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી.
અમેરિકા અભ્યાસ કર્યા બાદ વકિલતનો અને કાયદાનો અભ્યાસ કરવા ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે તેમણે અર્થશાસ્ત્રનો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકમા અભ્યાસ પણ ચાલુ રાખ્યો. પ્રતિકુળ સંજોગોને સાથે આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને વધવાને કારણે અભ્યાસ વચ્ચે છોડી તેમને ભારત પરત ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ ડૉ બાબાસાહેબ આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી પણ આ ઉચ્ચ હોદ્દા પર કોઈ મહાર બેસે તેવા સમાજના લોકો ને મંજુર નહોતું. જેથી મુશ્કેલીઓ અને અપમાનનો સામનો કરવો પડ્યો. સમાજની ભેદભાવને કારણે તેમને કોઈ પણ હોટલમાં રૂમ આપવામાં આવ્યું નહીં. જે લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર એકવાર વડોદરાથી વિદાઈ લીધી.
મુંબઈની સિડનહામ કોલેજમા નોકરી
પોતાના કુટુંબનુ ભરણ-પોષણ કરવા માટે તથા આર્થિક કટોકટીને પહોંચી વળવા ૧૯૧૮માં તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. નોકરી બાદ થોડીક આર્થીક ભીંસ ઓછી થવા લાગી અને સાથે થોડા પૈસા બચાવ્યા. બચેલા પૈસા બચાવીને તથા કેટલીક રકમ મિત્રો પાસેથી ઉધાર કરીને પૈસાની વ્યવસ્થા કરી. તેમને અધુરો છોડેલો અભ્યાસ પુર્ણ કરવા ફરીવાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇંગ્લેન્ડ પાછા ગયા. કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો.ઈ.સ.૧૯૨૦માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઇંગ્લેન્ડની સફર કરે તે પહેલા જરમાબાઈએ એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ બાબાસાહેબે યશવંત રાખવામાં આવ્યું. બીજા બે સંતાનો વધારે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ. બાબાસાહેબ આંબેડકર બેરિસ્ટર થયા. આજ સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકરનનુ મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય પર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસે "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી આપી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી. વધારે અભ્યાસ માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર જર્મની ગયા. જર્મનીની પ્રખ્યાત એવી બોન યુનિવર્સીટીમાં અભ્યાસ શરૂ કર્યો. પરંતુ તેઓ જર્મનીમાં લાંબો સમય રહી શક્યા નહિ અને ભારત પાછા ફરવું પડ્યું.
ભારતમા પાછા ફરીને જૂન ૧૯૨૮ માં ડૉ.બાબાસાહેબ આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હોવાથી તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય બન્યાં.સન ૧૯૨૭ના અરસામાં "સાયમન કમિશન" ને મદદરૂપ થવા માટે બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી. તારીખ ૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરને મુંબઈની કમિટીમાં સભ્ય તરીકે નીમ્યા. મુંબઈની ધારાસભામાં તથા બહાર જાહેર સભાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની અવાજ ગાજવા લાગી. સન ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે "સાયમન કમિશન" સમક્ષ દલીતોના પ્રશ્નો અને તેના નિરાકરણની રજૂઆત કરી. આ જ સમયે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને મજુર ચળવળના પણ પ્રણેતા બન્યા. દલીતોના હક્કો આવાજ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું.
